રાજુલામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓમાં માથાકૂટ થઈ હતી અને ગાળો આપી હતી. બનાવ અંગે સફીરભાઈ ઉસ્માનભાઈ કાબરીયા (ઉ.વ.૨૭)એ હફીજભાઇ કાદરભાઇ કાબરીયા, અમનભાઇ કાદરભાઇ કાબરીયા, જાવીદભાઇ યુનુસભાઇ કાબરીયા તથા ઇરફાનભાઇ યુનુસભાઇ કાબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા આરોપીઓ ટ્રાન્સપોર્ટનો એક સરખો ધંધો કરતા હોવાથી આ વાત આરોપીઓને ગમતી નહોતી. જેથી હફીજભાઈ કાબરીયાએ તેમને ફોન કરી ગાળો આપી હતી. તેમજ ઓફિસે જઇ લોખંડની ઇંગલ વડે ઓફિસના કાચ તોડી નાખી નુકસાન કરી, શરીરે મુંઢ ઇજા પહોંચાડીને જેમફાવે તેમ ગાળો આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.