અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સાવરકુંડલા વિભાગ નાઓએ આવા આરોપીએ તુરંત જ પકડી પાડી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નરેશભાઇ બટુકભાઇ સોલંકીએ છ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગુનો રજિસ્ટર થયાના ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને પકડી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આરોપીએ ટ્રક માલિક પાસેથી ટ્રકની બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ખરીદી કર્યા બાદ ટ્રકનો ભંગાર સ્ક્રેપીંગ કરી ટ્રકનો નાશ કરી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી.

 

અગાઉ કોને બનાવ્યા છે શિકાર
આરોપીઓએ અગાઉ ભોગ બનાવેલ સાહેદો (૧)લાલાભાઇ ઘેલાભાઇ મેવાડા રહે.બુઢાણા તા.શિહોર (૨)ભોળાભાઇ મકાભાઇ ચાવડા રહે.વાઘનગર,પ્લોટ વિસ્તાર તા.મહુવા (૩)મુકેશભાઇ ગીગાભાઇ ગોહિલ રહે.કોંજળી તા.મહુવા (૪)તોસીફભાઇ મહમદભાઇ ચાવડા રહે.રાજુલા,કુંભારવાડા (૫)ભોળા રામભાઇ દેવશીભાઇ રહે.લોઢવા તા.કોડીનાર (૬)દાનસિંહ અરશીભાઇ દાહીમા રહે.દેવળી દેદાની તા.કોડીનાર (૭)બારડ જયદિપભાઇ ભગતસિંહ રહે.નવાગામ તા.કોડીનાર

 

મોડસ ઓપરેન્ડી
આરોપીઓ ચાલુ લોન વાળા ટ્રક માલિક ટ્રક વેચવામાં માંગતા હોય લોન શરૂ હોય તેમને બાના પેટે થોડા ઘણા રૂપીયા આપી ચાલુ લોનના હપ્તાની દર મહિને જે રકમ થાય તે ભરી આપવાની શરત મુજબનું ઘરમેળેનું વકીલ મારફતે નોટરી લખાણ કરી ટ્રક વેચાતો લેતા હતા. જે બાદ ભંગાર સ્ક્રેપીંગનું કામ કરતા ભંગારના વેપારીને ટ્રક વેચી નાખી ટ્રક ભંગારમાં સ્ક્રેપ કરી વેચાણથી લીધેલ ટ્રક સગેવગે કરી વેચાણ આપનારના ચાલુ લોનના હપ્તા ભરતા નહોતા.

 

આરોપીના નામ અને ગુનાહિત ઈતિહાસ
(૧)-ઉઝેફા આરીફભાઇ શેખ (ઉ.વ.૨૯, રહે.મહુવા), (૨)-ઇમ્તીયાઝ ઉર્ફે “બિહારી” નસીરઅહમદ અન્સારી (ઉ.વ.૫૨ રહે.મહુવા) તથા (૩) દિપકભાઇ ઉર્ફે “કાલા” નારણભાઇ ગોહેલ (ઉ.વ.૨૯,રહે.ભાવનગર). ઉઝેફા સામે ચાર, ઈમ્તીયાઝ સામે બે તથા દિપકભાઈ ઉર્ફે કાલા સામે ૩ કેસ નોંધાયા હતા.