રાજુલામાં મેલડી માતાજીનો ઝિંઝુવાડીયા પરિવાર દ્વારા ૨૪ કલાક માટે નવરંગો માંડવો યોજાયો હતો. જેમાં માતાજીનું સામૈયું, થાંભલીરોપણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસનાં મેલડી માતાના ડાક ડમરુંના કલાકાર રાહુલભાઈ રાવળ તથા રાત્રિના કલાકાર ભવદીપભાઈ આમલાએ માતાજીના ગુણગાન ગાઈ અને ડાકલા સાથે જમાવટ કરી હતી. કુળના ભુવા અશોકભાઈ ઝિંઝુવાડીયા, પંકજભાઈ કરણીયા, ગણેશભાઈ સાકર સાથે માતાજીનું પૂજન કર્યું હતું. મેલડી માતાનો નવરંગો માંડવો પ્રથમ વખત શહેરના મધ્ય ભાગમાં થતા ભારે ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ૫૧ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.