રાજુલામાં માર્કેટીંગ યાર્ડમાં ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમનું પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આ ત્રણ સંસ્થા આજથી શરૂ કરવામાં આવી હતી.જેમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આજથી ખેડૂતો માટે કૃષિ સેવા સહકારી મંડળી શરૂ કરવામાં આવી છે. સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંતી કરવા માટે અને જુદી જુદી ૩ સંસ્થાનું સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંબરીષભાઈ ડેરે જણાવ્યું હતું કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે સમયે દરેક રાજકીય પક્ષના લોકોએ સહકારી પ્રવૃત્તિ વધુ વેગવંતી બને તેવા પ્રયાસો કર્યા હતા. આજે રાજુલા શહેરમાં ૩ વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે અશ્વિનભાઈ સાવલીયા, જે.પી.ડેર, ભાવનાબેન ગોંડલીયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.










































