રાજુલામાં પાણીની ટાંકી પાસે રહેતા મનુબાઈ ભીખાભાઈ જાદવ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ દિલીપભાઈ ભીખાભાઈ જાદવ (ઉ.વ.૩૦) મકાનના પતરા ઉપર મુંઢડીનું કામ કરતા હતા. તે સમયે મકાન પરથી પસાર થતાં જીઈબીના વાયરને અકસ્માતે હાથ અડી જતાં શોર્ટ લાગ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. યુવકના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.