અમરેલી જિલ્લા વાણંદ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ અને જ્ઞાતિ અગ્રણી સ્વ. પ્રવિણભાઈ લલ્લુભાઈ જોટંગીયાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારે માનવતા અને પર્યાવરણના ઉત્તમ કાર્યો કર્યા હતા. રાજુલા ખાતે મહેશભાઈ, ગૌરવભાઈ, કલ્પેશભાઈ અને જોટંગીયા પરિવારે બિલીના
વૃક્ષોનું વાવેતર, ચકલીના માળાઓનું વિતરણ, તેમજ જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, આ દિવસે બટૂકભોજનનું આયોજન કરાયું હતું અને બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે બુક, બોલપેન અને ચોકલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.