રાજુલામાં જલારામ મંદિર ખાતે રેણુકા બારોટ સમાજના અગ્રણી ભીખુભાઈ રેણુકાના માતુશ્રી ધરબાઈ બાના સ્મર્ણાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભજન સમ્રાટ ધવલ બારોટ, જયદિપ સોની, સપાખરાના બેતાજ બાદશાહ ભરતભાઈ બારોટ, હરદેવ બારોટ, લોકસાહિત્યકાર ધમભા બારોટ, રાજુભાઈ બારોટ, રમેશભાઈ બારોટ, ગોપાલ બારોટ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ પામનાર કાનજી ભુટા બારોટનો વારસો જાળવી રાખતા ગુણુભાઈ બારોટ સહિતના કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. આ તકે લખુભાઇ ચાંદુ, મહેશભાઈ ખુમાણ, ભીખુભાઈ બારોટ, અમરૂભાઈ બારોટ, વળદાનભાઈ બારોટ, કરણભાઈ બારોટ સહિત બારોટ સમાજના અગ્રણીઓ, યુવાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.