રાજુલામાં જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં શોભાયાત્રા લોહાણા મહાજન વાડીએ શરૂ કરવામાં આવી હતી જે જલારામ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. બપોરના મહાઆરતી તેમજ અન્નકૂટના દર્શન, રામધુન અને હનુમાન ચાલીસાના કાર્યક્રમ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ દર વર્ષની માફક આ વર્ષે પણ બપોરના અને સાંજના બંને સમયે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું.





































