રાજુલામાં રહેતા જાવેદભાઈ નજીરભાઈ પઠાણ (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, તેમને સૈફુદીનભાઇ તજાભાઇ કપાસી રહે.મહુવા વાળાને ધંધાના હિસાબના રૂ.૨૧,૩૨,૭૫૬ આપવાના હતા. જેના બદલામાં સેફુદીનભાઇએ ગઇ તા.૦૬/૦૭/૨૪ ના રોજ ભોગબનનાર પાસેથી સિકયુરીટી પેટે નવ કોરા ચેક અને લખાણ લીધું હતું કે પૈસા ન આપે તો ચેક બાઉન્સ કરી કેસ કરશે. જેથી તેમને કેસ થવાની બીક લાગતા ફિનાઇલની બોટલમાંથી ફિનાઇલ પી જતા સારવારમાં દાખલ કર્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.કે.વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.