રાજુલામાં ઘરમાં પણ બહેન-દીકરીઓ સલામત ન હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં રહેતી એક યુવતીના ઘરમાં ઘૂસી તેનું બાવડું પકડી આબરૂ લેવાના ઈરાદે છેડતી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઈ ચકચાર મચી ગઈ હતી. આ અંગે યુવતીએ રવિભાઈ શાંતિભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, યુવતી તેના ઘરે હાજર હતી ત્યારે આરોપી ઘરમાં ઘૂસી ખરાબ શબ્દો બોલવા લાગ્યો હતો. ઉપરાંત બાવડું પકડી ઢસડી આબરૂ લેવાના ઈરાદે છેડતી કરી હતી અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.