રાજુલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુનાને ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ઉકેલીને ચોરી થયેલ મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે ગુનાને અંજામ આપી નાસી ગયેલ હતા. પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજુલા ટાઉન વિસ્તારમાંથી ચોરી થયેલ કોપર વાયર તથા છકડો રીક્ષા સાથે બે પુરૂષ તથા બે મહિલાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી કાર્યવાહી કરી છે. આરોપીઓમાં દિલીપભાઇ મોહનભાઇ ચુડાસમા ધંધો.મજૂરી, પ્રદિપભાઇ મોહનભાઇ ચુડાસમા ઉ.વ.૨૨ ધંધો.મજૂરી, મધુબેન વા/ઓ મોહનભાઇ નાનજીભાઇ ચુડાસમા અને મનીષાબેન વા/ઓ દિલીપભાઇ મોહનભાઇ ચુડાસમા (રહે.તમામ.રાજુલા, તત્વજયોતી વિસ્તાર હાલ. છતડીયા)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીકેબ કંપનીનો કેબલ વાયર ૫૦૦ મીટર અંદાજે કિં. રૂ.૩૫,૦૦૦ અને (૨) એક છકડો રીક્ષા નંબર-ય્ત્ન-૧૪-ેં-૩૫૪૩, અંદાજે કિં. રૂ.૪૦,૦૦૦ કબ્જે કરેલ છે.






































