રાજુલામાં એક વ્યક્તિએ તેના ભાઈને ગાળો બોલવાની ના પાડતાં ઝઘડો થયો હતો આ દરમિયાન ઝપાઝપી થતાં માથાના ભાગે ઇજા થઈ હતી. રાજુલામાં લીલાપીરની ધારે રહેતા વિક્રમભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ.૨૫)એ રાજુભાઈ શંભુભાઈ પરમાર તથા રૂપાભાઈ કમાભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા કહ્યું કે તેમના ભાઈ સાથે આરોપીઓ બોલાચાલી કરીને ગાળો આપતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં તેઓ ઝઘડો કરીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓ નીચે પડી જતાં માથાના ભાગે ઈજા થઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.ડી.અમરેલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.