રાજુલામાં આવેલ ભેરાઈ રોડ ઉપર લીલાપીરની ધાર પાસે રહેતા રમેશભાઈ ભોળાભાઈ વેગડ ઉ.૩૫ ડી.જે.સાઉન્ડનો ધંધો કરતા હતા પરંતુ તારીખ ૦૯-૦૫-૨૦૨૪ સવારે લાશ હોવાના સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જતા લાશ ગળાફાંસો ખાધેલી નગ્ન હાલતમાં લાશ હોવાને કારણે પોલીસ ચોકી ઉઠી હતી જોકે પોલીસ દ્વારા લાશને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને શરીર ઉપર કોઈ મોટા ઇજાના નિશાન નહી હોવાને કારણે પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ આપઘાત કર્યાનું અનુમાન લગાવ્યું હતું ત્યારબાદ પરિવારજનો દ્વારા મૃતકની હત્યા કોઈ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા પેનલ પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.
જોકે ગઈ કાલે હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સમજાવટ કરી મામલો થાળે પાડી અંતિમ વિધિ કાલે કરવામાં આવી હતી. આ ઘટનામાં અમરેલી જીઁ હિમકર સિંહ દ્વારા ઘટનાની ગંભીરતા જાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપતા અમરેલી એલસીબીની ટીમે રાજુલા પહોંચી તપાસ શરૂ કરી છે.