રાજુલામાં ક્લાસિસમાં જવાનું કહીને નીકળેલી વિદ્યાર્થિની લાપતા બની હતી. બાબુભાઇ ભોળાભાઇ વાઘેલા (ઉ.વ.૪૭) એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી શીતલ ઉ.વ.૧૮ વર્ષ ત્રણ દિવસ પહેલા બપોરના આશરે ચારેક વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કલાસિસમાં જવાનું કહી નીકળી હતી. કલાસિસમાંથી નીકળ્યા બાદ કોઇને કંઇ પણ જાણ કર્યા વગર કયાંક જતી રહી હતી.








































