રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા દર વર્ષે હીરાભાઈ સોલંકીના સૌજન્યથી સમૂહલગ્નોત્સવ દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં આગામી તા.૬ ફેબ્રુઆરી ર૦રરને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં લગ્ન નોંધણીની કામગીરી ચાલુ હોય આગામી તા.૧૯-૧ સુધીમાં લગ્ન નોંધણીના ફોર્મ ભરવામાં આવશે. તો લગ્નમાં જાડાવા ઈચ્છુક પરિવારે ભાજપ કાર્યાલય, માર્કેટીંગ યાર્ડ રાજુલા ખાતે જરૂરી કાગળો સાથે સંપર્ક કરવા જણાવાયુ છે.