રાજુલામાં ઇષ્ટદેવ ભગવાન ભોળાનાથ મંદિરના મહંત જેન્તીગીરી બાપુ ગૌસ્વામી કૈલાસ વાસી થતાં તેના આત્મ કલ્યાણ માટે કુંભનાથ મહાદેવ મંદિર ખાતે ભંડારો યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી સંતો-મહંતો પધારેલા હતાં જેઓનું સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. આ ભંડારા આયોજનના અધ્યક્ષ તરીકે રતીગીરી બાપુ તથા સંતો જૂનાગઢ, ભાવનગર, રામપરા પિપાધામ મહંત મહેશભાઈ બાપુ, દશનામી સાધુ સમાજ આગેવાનો અમરગીરી બાપુ, સુખનાથ મહાદેવ મંદિર મહંત, મારુતિ ધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગોંડલીયા સહિત ભક્તજનો બહોળી સંખ્યામાં જાડાયા હતા.