રાજુલા શહેર ખાતે સૌરભ સંસ્થાન દ્વારા કવિયત્રી સ્વ.જયોત્સનાબેન તેરૈયાની પ્રથમ વાર્ષિક પુષ્ણતિથિએ કવિ સંમલેન અને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુભાઇ રાજગોર, લોકસાહિત્યકાર જોરુભાઈ ધાખડા, કવિ-લેખક જે.પી.ડેર ,જાણીતા ભજન આરાધક શૈલેષભાઈ વાઘેલા, મનુ દાદા, તેમજ વૈદિક મર્મગ્ન ભરતભાઈ રાજ્યગુરુ વગેરે વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન અને શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કર્યા હતા.