અમરેલી જિલ્લામાં હાલ મોસમ પૂરબહારમાં ખીલી છે. લોકો સારા પાક માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે. આ દરમિયાના રાજુલામાં ઝેરી દવાનો છંટકાવ કરતાં ખેડૂતને દવાની અસર થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે ભાવેશભાઈ ભગવાનભાઈ જીંજવાડીયા (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા ભગવાનભાઈ પોપટભાઈ જીંજવાડીયા (ઉ.વ.૫૫) રાજુલા ગૌશાળા પાસે આવેલી મધુ આતાની ભાગવી રાખેલી વાડીએ કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરતા હતા અને પવનને કારણે ઝેરી દવાની ઝણ ઉડતા ઝેરી દવાની અસર શ્વાસોશ્વાસમાં થતા, મુંજારો તેમજ ઉલ્ટી ઉબકા જેવું થવા લાગતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.