રાજુલા નગરપાલિકાએ સ્વચ્છતા બાબતે નવતર અભિગમ અમલમાં મુક્યો છે. શહેરમાં સારામાં સારી સ્વચ્છતા થાય તે માટે પાલિકા પ્રમુખ  છત્રજીતભાઈ ધાખડા અને તેમની ટીમે જણાવ્યું છે કે વોટ્‌સઅપ નં.૯૯ર૪૭ ર૦૯ર૦ પર ગંદકીના ફોટા અને વિસ્તારનું નામ લખી મોકલવાથી તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવશે. પાલિકાની આ કામગીરીને લોકો વખાણી રહ્યાં છે.