રાજુલામાં ઓ.ટી. આસિસ્ટન્ટને ગાળો બોલી ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ગોવિંદભાઈ આણંદભાઈ બોરીચા (ઉ.વ.૫૨)એ વિજયભાઈ મંગળુભાઈ વરૂ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે તા. ૧૧/૦૮/૨૦૨૫ ના રોજ આરોપી વિજયભાઈ મંગળુભાઈ અને તેના સાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની દાઝ રાખીને આરોપી વિજયભાઈ વરુએ આ કૃત્ય આચર્યું હતું. આરોપી વિજયભાઈ મંગળુભાઈ વરુ પોતાના હાથમાં લાકડાનો ધોકો લઈને ફરિયાદીની મોટરસાઇકલ સામે આવી ગયા હતા.ત્યાં તેમણે તેને અને તેમના પરિવારને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ ઉપરાંત, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.






































