શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજના એન એસ.એસ.ના બંને યુનિટની વાર્ષિક શિબિરનો ધારેશ્વર ખાતે પ્રારંભ થયો હતો. સમારંભના અધ્યક્ષ બિપિનભાઈ લહેરી તથા લતાબેન લહેરી, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશભાઈ વાજા, કારોબારી રસિકભાઈ પારેખ, અગ્રણી ઉમેશભાઈ મોદી, જે.એ. સંઘવી હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ વાઘ, અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.