રમત-ગમતમાં ધો.૭ અને ધો.૮ના વિદ્યાર્થીઓ જાડાયા
રાજુલા, તા.૧૩
ઉત્થાન સંસ્થા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ૧૬ જેટલા ગામોમાં કાર્યરત છે. ઉત્થાન ભાવનગર, અમરેલી વિસ્તારના એરિયા મેનેજર જયાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજુલા ટીમ દ્વારા જેન્ડર સમાનતા અને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રાજુલા ટીપીઓના મંજૂરી પત્ર સાથે સરકારી શાળામાં યુથ મેળો યોજવામાં આવ્યો હતો.
જેમાં નવા આગરિયા, માંડણ, ડુંગર, દાતરડી, વિસળીયા, વડલી અને વાવેરાના લોકોએ ભાગ લીધો હતો. ધોરણ સાત અને ધોરણ આઠના કિશોર અને કિશોરીઓ સાથે જેન્ડર સમાનતાની સમજ ઊભી થાય તે માટે જુદી જુદીપ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. સમાનતાની સાપસીડી, ફુગ્ગા ફોડ, લાકડાની પટ્ટી પર ખીલી લગાવવી, રૂમાલમાં સોય દોરા વડે બટન ટાંકવા અને રોટલી વણવી અને ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવી હતી. રમતોને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાવા મળ્યો હતો.