આરોગ્ય તંત્ર દ્વારા રાજુલાના કોર્પોરેટ ક્ષેત્રની મુલાકાત લઇ કોવિડ વેક્સિનના ત્રીજા ડોઝ માટે ઇન્ડસ્ટ્રીઝને પોતાના સીએસઆર ફંડમાંથી સામાજિક જવાબદારીના ભાગરૂપે આર્થિક મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું. આરસીએચઓ ડો. કાપડીયાએ એપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટના ડો. શૈલેન્દ્ર ગુપ્તા, વિક્ટરના જનરલ મેનેજર જોષી, ડો. રવિ સોલંકી, અલ્ટ્રાટેક કોવાયાના સીએમઓ ડો. નાયા વગેરે સાથે મુલાકાત કરી હતી.