રાજુલા શહેરમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી નગરપાલિકાની ચૂંટણીઓમાં પાર્ટીની રણનીતિ અને અભિગમની ચર્ચા કરવાનો હતો. બેઠકમાં રાજુલા શહેરના અનેક અગ્રણી વ્યક્તિઓ અને આપના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. આ નેતાઓમાં ડા. હિતેશભાઈ વઘાસિયા (પ્રદેશ સંગઠન મંત્રી), નિકુંજભાઈ સાવલિયા (અમરેલી જિલ્લા પ્રમુખ), શૈલેષભાઈ ભાદાણી (અમરેલી જિલ્લા મહામંત્રી), ભરતભાઈ બલદાણીયા (રાજુલા નગરપાલિકા ઇન્ચાર્જ), કિશોરભાઈ ધાખડા (આપ નેતા) અને ઓધવજીભાઈ રાદડિયા (આપ નેતા) સહિતના સામેલ થયા હતા.
બેઠકમાં મુખ્યત્વે રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં આપની ભાગીદારી, કઈ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવું, મજબૂત ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી પ્રચાર અભિયાનની રૂપરેખા વિશે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં મહાજંગ થશે.