રાજુલામાં રામદેવપીરનો પાટોત્સવ તેમજ અષાઢી બીજનો ઉત્સવ ઉજવાશે. રાજુલાના વડલી રોડ ઉપર અંટાળીયા મહાદેવ મંદિરમાં માલાભગતની જગ્યામાં આજરોજ રામદેવપીરનો પાટોત્સવ ઉજવવા ભક્તજનોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આ ઉત્સવમાં આજરોજ બપોરના ૪ઃ૧પ કલાકે રામાપીરના સામૈયા યોજાશે. તેમજ દીપ પ્રાગટ્ય શુક્રવારે સાંજના સાત કલાકે મહંત રામદાસબાપુના હસ્તે કરાશે. રામાપીરની જ્યોતના દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભક્ત સમુદાય લાભ લેશે તેમજ સાંજના ૭ઃ૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના ૮ઃ૩૦ કલાકે રામદેવપીરનું આખ્યાન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા ખોડલ રામામંડળ દ્વારા અનુરોધ કરાયો છે.