રાજુલામાં મીરાનગર બાપા સિતારામ ભેરાઇ રોડ ખાતે આજથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. તા.ર૧ના રોજ હિમાદ્રી પ્રયોગ, તા.રરના રોજ ગણપતિ પૂજનની સ્થાપના અને નગર યાત્રા તેમજ તા.ર૩ના રોજ દેવતા પૂજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તા.ર૪ના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં મનજીબાપા (બગદાણા), ભક્તિરામબાપુ (સાવરકુંડલા) સહિતના સંતો – મહંતો ઉપÂસ્થત રહેશે. તેમજ નીતિન જાની (ઉર્ફે ખજુર) પણ હાજર રહેશે. કાર્યક્રમમાં નારણભાઇ કાછડીયા, છત્રજીતભાઇ ધાખડા, અંબરીષભાઇ ડેર, હિરાભાઇ સોલંકી, મીઠાભાઇ લાખણોત્રા, સાગરભાઇ સરવૈયા, પીઠાભાઇ નકુમ, કનુભાઇ ધાખડા, દાદબાપુ વરૂ, કમલેશભાઇ વરૂ, પૂજાબાપુ ગૌશાળા, પરશુરામ
ગૃપ, ઋદ્રગૃપ, શિવગૃપ, વિશ્વ હિન્દુ પરિષદ, બાપા સિતારામ
ગૃપ, જયમાતાજી ગૃપ, બજરંગ ગૃપ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ રાજુલા મીરાનગર યુવા અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.