રાજુલા તાલુકામાં ગત વર્ષે જુદી જુદી દુર્ઘટનાઓમાં ત્રણ બાળકો અને એક સાધુના આકસ્મિક મૃત્યુ થયા હતા. મોરંગી ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે વડગામમાં નદીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, વડલીમાં વાવાઝોડા દરમિયાન એક નિરાધાર સાધુનું દુઃખદ અવસાન થયું હતું. રાજુલાના કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂએ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પરિવારોને તાત્કાલિક યોગ્ય સહાય ચૂકવવા સરકાર સમક્ષ
માંગ કરી છે.