રાજુલામાં આઈડીબીઆઈ બેંકના એટીએમને ચોરોએ નિશાન બનાવ્યું હતું. આ અંગે બેંક મેનેજરે બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. બેંક મેનેજર ભાવિકભાઈ જગદીશચંદ્ર દવે (ઉ.વ.૪૧)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બંને ચોર ઇસમોએ સાથે મળીને ગુનો કરવાના ઇરાદે આઇડીબીઆઇ બેંક રાજુલાની શાખાના એટીએમ રૂમમાં પ્રવેશ કર્યો હતો. તેમાં રાખેલ એટીએમ મશીનને પકડ તથા કોશ વડે તોડ્‌યું હતું તથા સીસીટીવી કેમેરા તોડીને બે લાખનું નુકસાન કર્યુ હતું. બાદમાં એટીએમ મશીનમાંથી અંદાજીત રૂ.૪૫૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.