એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ સીએસ આર દ્વારા ઉડાન પ્રોજેક્ટ કાર્યરત છે. જેનું અમલીકરણ ‘વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ સેન્ટર’  સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તે અંતર્ગત ૭ માર્ચ ૨૦૨૪ ના રોજ પટેલવાડી રાજુલા ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરવામાં આવી જેમાં આજુબાજુના ગામોમાંથી સંગઠનોમાં જોડાયેલી ૨૦૦ મહિલાઓ જોડાઈ હતી.આ દિવસ લીંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક છે. એ.પી.એમ.ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ સીએસઆરમાંથી ડા. શૈલેન્દ્ર ગુપ્તા અને મુખ્ય અતિથિ વિશેષ મયુર મિશ્રા કાર્યક્રમમાં જોડાયા હતા.