રાજુલા સર્વેલન્સ ટીમે અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. ખેરા ગામના રાજેશ ગુજરીયા સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપી તથા ભોગ બનનારને હ્યુમન અને ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી શોધી કાઢવામાં આવ્યા હતા.