રાજુલામાંથી રાતના અંધારામાં લપાતા છુપાતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. કડીયાળી ગામે રહેતા કેશુભાઈ સામતભાઈ બારૈયા તથા હિંડોરણામાં રહેતા મહેશભાઈ ગભરૂભાઈ સોલંકી સૂર્યાસ્તથી સૂર્યોદયના સમય દરમિયાન મોડી રાતના અંધારામાં કોઈ મિલ્કત વિરુદ્ધનો ગુનો કરવાના ઈરાદે રખડતાં, ભટકતા, લપાતા, છુપાતા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.