અમરેલી એલસીબી દ્વારા રાજુલામાંથી તાલુકાના ચારોડીયા ગામના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લેવાયો હતો. એલસીબી ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના સ્વામિનારાયણ મંદિર માર્ગ પર આવેલ ગેસ્ટ હાઉસ પાસેથી ચારોડીયાનો હેમેન્દ્ર સાવજભાઇ ધાખડા નામનો શખ્સ લાયસન્સ વિનાના પ્રાણઘાતક અગ્નિશસ્ત્ર તમંચા સાથે પકડાયો હતો. પોલીસે તમંચો કબજે કર્યો હતો. આ શસ્ત્ર આરોપીએ કોની પાસેથી મેળવ્યું હતું? ક્યા કારણોસર સાથે રાખ્યું હતું? વિગેરે મુદ્દાઓ અંગે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. હેમેન્દ્ર ધાખડા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.