રાજુલામાંથી પોલીસે ત્રણ જુગારીને રોકડા રૂપિયા ૩૫૫૦ સાથે ઝડપ્યા હતા. મફતપરામાંથી જેન્તીભાઇ પ્રેમજીભાઇ ગોરા, રાજુભાઇ જાદવભાઇ ગોરા તથા મયુરભાઇ જેન્તીભાઇ સરવૈયા રાજુલા વડલી રોડ મફતપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે જાહેરમા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૩૫૫૦ સાથે ઝડપાયા હતા.