અમરેલી સાયબર ક્રાઇમ દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરનારા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજુલામાં રહેતા શકદાર શિવમ રમેશભાઇ ડોબરીયા (ઉ.વ.૨૨, હાલ કેનેડા)એ પોતાના મોબાઇલ પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરી હતી, જે બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આસિભાઈ જમાલભાઈ ગોરી વધુ તપાસ કરી રહ્યા છે.