રાજુલામાં જાફરાબાદ રોડ પર આવેલી હોટલ પાસેથી એક વ્યક્તિ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૧૮ બોટલ મળી હતી. રાજુલામાં રહેતા જીગ્નેશ વાળા નામના યુવક પાસેથી ભારતીય બનાવટની વ્હીસ્કીની ૧૮ બોટલ મળી હતી. પોલીસે ૩૧૫૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં બે લોકો પાસેથી પાંચ લીટર દેશી દારૂ સહિત ૧૧૮ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ મળ્યો હતો. રાજકોટના ચાર સહિત જિલ્લાભરમાંથી ૪૧ શરાબી પોલીસ ઝપટે ચડ્‌યા હતા. સાવરકુંડલામાં હાથસણી રોડ પરથી ડોક્ટર મુકેશભાઈ જાદવ કેફી પીણું પધેલી હાલતમાં મોટર સાઇકલ ચલાવતાં મળી આવ્યા હતા.