એચ.બી. સંઘવી મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સી.આર. તથા જી.એસ.ની ચૂંંટણી લોકશાહીઠબે કરવામાં આવી હતી. ચૂંંટણીના ફોર્મ ભરવા, ઉમેદવારોનો પ્રચાર કરવો, મતકુટીરમાં બેલેટ પેપરથી મતદાન આપવું વગેરે તમામ પ્રક્રિયા લોકશાહીની ચૂંંટણીની જેમ જ કરવામાં આવી હતી. આ ચૂંંટણીમાં કોમર્સ વિભાગમાં જી.એસ. તરીકે સોનેરા હેતલબેન રામજીભાઈ અને આટર્સ વિભાગમાં બાવળીયા રીંકલબેન જયસુખભાઈ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. બંને જી.એસ. દ્વારા મતદાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. મતદાનની પ્રક્રિયામાં બહેનોની કારકિર્દી અને કૌશલ્ય વિકસાવવાનો હેતુ સિધ્ધ થયો હતો. સમગ્ર કોલેજ સ્ટાફે આ ચૂંંટણી માટે જહેમત ઉઠાવી હતી.