રાજુલાની શ્રીમતી ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે શાળા સફાઈ તથા સ્વચ્છતાના મહત્વ અંગે કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થિની બહેનોને જીવનમાં સફાઈ તથા સ્વચ્છતાનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા તેમજ પ્લાસ્ટિકથી થતાં નુકસાન તેમજ સિગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવા સંદર્ભે વક્તવ્ય તથા વીડિયો સોંગ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમ જ સ્વચ્છતા સંદર્ભે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.