રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ તથા શ્રી વિ.એચ. મહેતા કન્યા છાત્રાલય રાજુલા ખાતે શક્તિ આરાધના પર્વ નિમિત્તે ટ્રેડિશનલ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. ઉપસ્થિત કેમ્પસ મેનેજર રવિ વ્યાસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના રાજુલા બ્રાન્ચ મેનેજર પવિત્ર મોહન જૈના, સે ડી સંસ્થાના પ્રિન્સિપાલ પવન કુમાર ચતુર્વેદી, કાલેજના પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગરબા સ્પર્ધાનો પ્રારંભ થતાં જ સ્પર્ધકો સંગીતના સથવારે ઝૂમી ઉઠ્યા હતા. આટ્ર્સમાં પ્રથમ ક્રમાંક પર ઉપાધ્યાય ફોરમ રસિકભાઈ, કોમર્સ વિભાગમાં કૌશિકભાઈ તથા છાત્રાલયમાં ઝાંઝમેરા શ્રુતિબેન અમરશીભાઈ વિજેતા બન્યા હતા. તમામ સ્પર્ધકો તથા સફળ સ્પર્ધકોને કાલેજ કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા બેંક મેનેજર જેના સાહેબ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.