રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શહેરની શ્રીમતી વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલયની પ્રથમ વર્ષ બી.કોમની વિદ્યાર્થિની શ્રુતિબેન એ. ઝાંઝમેરાએ જિલ્લા કક્ષાનાં યુવા મહોત્સવમાં એક પાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. આ સાથે ચૌહાણ હેતલબેનએ. વક્તૃત્વ સ્પર્ધામાં
તૃતીય ક્રમાંક તથા વાઘેલા મિત્તલબેન જે. શિક્ષક દિવસની સ્પર્ધામાં પ્રથમ તથા ચોટલિયા માનસીબેન એન. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ તથા પરમાર નિશાબેન કે. સાડી સ્પર્ધામાં પ્રથમ તથા પરમાર રિધ્ધિબેન આર. મહેંદી સ્પર્ધામાં પ્રથમ તથા શિયાળ કાશ્મીરાબેન આર. લોકગીત સ્પર્ધામાં પ્રથમ તથા શિયાળ કિંજલબેન બી. નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તમામ વિજેતા બહેનોને પુરસ્કૃત કરાયેલ હતા. તમામ સ્પર્ધા માટે ડો.રીટાબેન રાવલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.