રાજુલામાં આવેલી એચ.બી. સંઘવી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કોલેજના એન.એસ.એસ. (નેશનલ સર્વિસ સ્કીમ) યુનિટ ૧ અને ૨ દ્વારા તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, કદંબગીરી ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્વયંસેવિકા બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. તમામ બહેનોએ સફળતાપૂર્વક ડુંગર પર ટ્રેકિંગ કર્યું અને વન્ય પ્રકૃતિને નજીકથી માણીને ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાંત, બહેનોએ ખોડિયાર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, પ્રિન્સિપાલ ડો. રીતાબેન રાવળ સહિતના અધિકારીઓએ માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો.