રાજુલાની બાલક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે ચેરમેન જે.બી. લાખણોત્રાના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ, પ્રકાશભાઈ ચુડાસમા, સીઆરસી મનજીભાઈ, શિક્ષક મુર્તુઝાભાઈ લાખાણી સહિતનાઓએ વિદ્યાર્થીઓ સમક્ષ ડેમોસ્ટ્રેશન કરી આપાતકાલીન સ્થિતિ દરમિયાન કઈ રીતે સમયસૂચકતા કેળવવી જાઈએ તેની વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આચાર્ય પરેશભાઈ હડિયા, શિક્ષક સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.