રાજુલાની પૂજાબાપુ ગૌશાળામાં ગાયો માટેના શેડનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. રાજુલાના સેવાભાવી એવા પરેશભાઇ પ્રતાપભાઇ મહેતા તથા તેમના પત્ની નેહાબેન મહેતા દ્વારા શેડ બંધાવી આપવામાં આવ્યા હતા. શેડના ઉદ્‌ઘાટન પ્રસંગે ધર્મદાસભાઇ મહેતા, નટવરલાલ સંઘવી, જયેશભાઇ દોશી, હરેશભાઇ સંઘવી, અતુલભાઇ શાહ સહિતના લોકો હાજર રહ્યા હતા. રાજુલા ગૌશાળા સંસ્થાના આમંત્રણને પગલે મુંબઇથી ગોપાલભાઇ પારેખ, અલ્પેશભાઇ મહેતા, અનિલભાઇ મહેતા, મનસુખભાઇ મહેતા અને બિપીનભાઇ મહેતા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ સેવાકાર્યને આગેવાનોએ આવકાર્યું હતું.