ગઈકાલે ધો.૧૦નું પરીણામ જાહેર થતા પરીણામને લઈ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જાવા મળી રહ્યાં છે. જેમાં રાજુલાની ટી.જે.બી.એસ.ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી નિરાલી ગોપાલભાઈ રાઠોડે ધો.૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ સાથે ૯૮.૭૪ પી.આર. સાથે ટી.જે.બી.એસ.ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. નિરાલી રાઠોડ સામાન્ય પરીવારમાંથી આવે છે. પિતા માત્ર ધો.૧૦ પાસ છે પરંતુ તેમની દિકરી પરીવારનુ નામ રોશન કરે તે માટે અભ્યાસ માટે સતત માર્ગદર્શન આપતા હતા. જેના ફળ સ્વરૂપે નિરાલી ગોપાલભાઈ રાઠોડ શાળામાં પ્રથમ ક્રમાંકે આવી પ્રજાપતિ સમાજ અને રાઠોડ પરીવારનું નામ રોશન કરતા શાળા પરીવારે નિરાલી રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા.