રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં પ. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ‘કાવ્યહેલી’ કવિ સંમેલન ય્્‌ઁન્ ગુજરાતી, સૌરભ સંસ્થાન રાજુલા તથા દેવકા વિધ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે તા ૩૧ માર્ચના સાંજે યોજાયું હતું. કવિ સંમેલનનો પ્રારંભ પ. પૂ. ભાઈશ્રી તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્યથી થયું હતું. વિદ્યાપીઠના પ્રિન્સીપાલ બેલાબેન નાયકે આવકાર પ્રવચન, પ્રાસંગિક પ્રવચન લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ ઈતેષભાઈ મહેતાએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ ય્્‌ઁન્ગુજરાતીના ચેનલ હેડ જયેન્દ્ર મીલવાર ચીફ ગેસ્ટ તરીકે, વિદ્યાપીઠના ટ્રસ્ટી ગૌતમભાઈ ઓઝા, સૌરભ સાહિત્ય સંસ્થાનના પ્રમુખ શશિભાઈ રાજ્યગુરુ, ‘કાવ્યહેલી’ કાર્યક્રમના પ્રોગ્રામ ડિરેકટર શૈલેષ પંડ્‌યા કવિ ‘ભીનાશ’ ઉપસ્થિત રહ્યા હતા.