રાજુલાની દીકરી રાજવી દીપકભાઈ રાયચાએ વડોદરા ખાતે ૬ મે, ૨૦૨૫ના રોજ યોજાયેલ ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની પિસ્તોલ શૂટિંગ U-૧૪ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં રાજવીએ ૬૦૦માંથી ૪૦૯ પોઇન્ટ મેળવીને સૌને પ્રભાવિત કર્યા છે. પરિવારે રાજવીને ભવિષ્યમાં પણ વધુ સારું પ્રદર્શન કરી રાજુલા અને રાયચા પરિવારનું નામ રોશન કરવા આશીર્વાદ આપ્યા હતા.