રાજુલાની ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં જગજનની ભવાની આદ્યશકતીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ મા શકતીની આરતી સાથે કાયક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
સમગ્ર શાળા પરિવાર દ્વારા ભકતીમય વાતાવરણમાં આદ્યશકતીની આરતી કરી પ્રસાદી વિતરણ કરવામાં આવ્યુ ત્યારબાદ ખેલૈયા બહેનોએ પોતાની આગવી શૈલીમાં ગરબા રમી માતાજીની આરાધના કરી હતી.