જે.એ. સંઘવી હાઈસ્કૂલ, રાજુલાના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્ર વિષયના પાઠ-૮ “ભારતમાં પંચાયતી રાજ”ના અભ્યાસક્રમ અંતર્ગત રાજુલા તાલુકા પંચાયત કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ ત્યાં તાલુકા પંચાયતના માળખા અને કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન ઉપરાંત સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ અને મહેકમ શાખા વગેરે જેવી અલગ અલગ પ્રકારની સમિતિઓ અને તેમની કામગીરી અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. મિટિંગ હોલમાં તાલુકા પંચાયતના અન્ય અધિકારીઓ દ્વારા પણ વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલ હતી.






































