રાજુલા શહેરમાં આવેલી પૂંજાબાપુ ગૌશાળા પાંજરાપોળ ચાલી રહી છે અહીં લુલી લંગડી ખોડ-ખાંપણ ધરાવતી ગાયો વધુ રહે છે અને વર્ષોથી ગૌશાળા દ્વારા આ પ્રકારની ગાયોની સેવાઓ કરવામાં આવે છે. અહીં શહેરની સેવાકીય ગ્રુપ સંસ્થા રુદ્રગણ ગ્રુપ દ્વારા અહી ગૌશાળામાં કામ કરતા લોકોમાં દિવાળી તહેવારમાં ઉત્સાહ છવાય અને નવી ઉર્જા મળે તે માટે અહીં ગૌશાળાની સફાઈ સંભાળતા હોય, નાના મોટા કામ કરતા કર્મચારી લોકોને ફટાકડા, કપડા, મીઠાઈ જેવી વસ્તુની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી. અહીં કેટલાક જરૂરિયાત વાળા લોકો પણ કામગીરી કરી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવાર પર વસ્તુઓની કીટ આપવામાં આવતા લોકોમાં આનંદ ફેલાયો હતો.