જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- અમરેલી માર્ગદર્શિત ગરવી ગુજરાત થીમ આધારિત કલા ઉત્સવ ૨૦૨૪નું આયોજન રાજુલાની કુમાર શાળા -૧માં કરવામાં આવેલ. આ કલા ઉત્સવમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ ધોરણ ૬થી ૮ની કુલ ૧૧ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત વાદન અને ગાયન જેવી કલાની સ્પર્ધામાં ૪૦ જેટલી કૃતિઓ જુદા જુદા વિભાગમાં રજૂ કરવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.