રાજુલાની ઓમ ગૃપ ઓફ સ્કૂલના ધો. ૮ના વિદ્યાર્થીઓએ રાજુલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જ્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને સાયબર ક્રાઈમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે હથિયારો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવતી પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી. શાળા પરિવારે પોલીસ સ્ટેશન સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.